jump to navigation

સાગર ભર્યો છે મારી ભીતર November 13, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

 hpim0152.JPG
(Lake George, New York…     8/23/2005)

શેં કહું? મેં શું ભર્યું છે મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.

એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં,
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.

રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.

થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.

ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!

બહાર છોને ભાસતી ઓટ ઊર્મિઓની,
લ્યો જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.

* * *

ઊર્મિસાગર

*
નાગપાશ - સરકણી ગાંઠ
અડબંગ - જિદ્દી, હઠીલું

*

‘મારી ભીતર’  વિષયની પોસ્ટ જુઓ સહિયારું સર્જન પર…

* * *

Comments»

1. Urmi Saagar - November 13, 2006

!! મિત્ર વિવેકને આ ગઝલ સસ્નેહ અર્પણ !!

આ ગઝલનો બીજો શેર મેં મિત્ર વિવેકની ‘મારી ભીતર’ રદીફની ગઝલનાં કોમેંટમાં લખ્યો હતો… આજે જ્યારે આ આખી ગઝલ લખાઇ ત્યારે એ જ મિત્રનું સ્મરણ મનમાં રમતું હતું (એટલે જ એમનું નામ પણ અનાયાસે એક પંક્તિમાં આવી ગયું છે) અને એટલે કદાચ પૂરતો પ્રયત્ન હતો કે એમના ડંડા ઓછા મળે ને પેંડા વધારે મળે… એમ તો જોકે મને હજીયે એમના થોડા ડંડાની જ વધારે જરૂર છે… (છંદમાં આવવા માટે!) પેંડાથી તો એમ પણ ડૉ. સાહેબ દૂર જ રહેવાનું કહેશે, નહીંતર ડાયાબીટીશ પણ થઇ જાય ને?! :-)

2. Amit pisavadiya - November 14, 2006

લગે રહો !!!!! :)

3. Jayshree - November 15, 2006

Really Nice Composition…. Great Job..!!

4. સુરેશ જાની - November 15, 2006

તમારી ઉર્મિઓને આમ મૌન ના રાખો, તેને બેનકાબ કરો. એ સાગર જેટલો બહાર વહેશે એટલો છંદ જલદી લગામમાં આવશે.

5. vijayshah - November 17, 2006

જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.

રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.

બહાર છોને ભાસતી ઓટ ઊર્મિઓની,
લ્યો જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.

sundar abhivyakti

6. વિવેક - November 18, 2006

વાત તારી વાંચતા ચોંકી ગયો… આ કોણ છે?
મેં મને શોધ્યા કર્યો નાહક સદા મારી ભીતર.

-ગઝલ સુંદર છે… પણ છંદના નામનું બ્હાનું હવે લાંબુ ન જ ચાલવું જોઈએ, ઊર્મિ !

7. Kajal Pandya - April 21, 2007

just beautiful…….
Khub j saras che…
man ni vat kavita ma aavi gai hoy eevu lage che……