હિમ-ક્ષણો November 13, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback
‘સમય સદા વહેતો જ રહે છે!’
‘સમય ક્યારેય રોકાતો નથી!’
હે એવું કહેનારાઓ,
જરા કહો-
આ મારી અંદર
ઉતરી ગયેલી
બે-ચાર પળો,
કેમ ક્યારેય જતી નથી?!!
* * *
ઊર્મિસાગર
*
‘સમય’ પરની થોડી મુક્તપંચિકાઓ
અને બીજી રચનાઓ જુઓ,
સહિયારું સર્જન પર…

સુંદર વિચાર… આપની રચનાઓ પ્રતિદિન સમય સાથે બળવત્તર બની રહી છે… લગે રહો,મુન્નાભાઈ!
બહુ જ સુંદર વિચાર.
આ બ્લોગ પર છે, તે ‘Visitor locations’ ‘પરિચય’ બ્લોગો પર લાવી શકાય?
વાહ ! સુંદર કલ્પન.