સાગર ભર્યો છે મારી ભીતર November 13, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.7 comments
(Lake George, New York… 8/23/2005)
શેં કહું? મેં શું ભર્યું છે મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.
એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં,
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.
જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.
રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.
થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.
ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!
બહાર છોને ભાસતી ઓટ ઊર્મિઓની,
લ્યો જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.
* * *
ઊર્મિસાગર
*
નાગપાશ - સરકણી ગાંઠ
અડબંગ - જિદ્દી, હઠીલું
નાગપાશ - સરકણી ગાંઠ
અડબંગ - જિદ્દી, હઠીલું
*
‘મારી ભીતર’ વિષયની પોસ્ટ જુઓ સહિયારું સર્જન પર…
* * *
હિમ-ક્ષણો November 13, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.3 comments
‘સમય સદા વહેતો જ રહે છે!’
‘સમય ક્યારેય રોકાતો નથી!’
હે એવું કહેનારાઓ,
જરા કહો-
આ મારી અંદર
ઉતરી ગયેલી
બે-ચાર પળો,
કેમ ક્યારેય જતી નથી?!!
* * *
ઊર્મિસાગર
*
‘સમય’ પરની થોડી મુક્તપંચિકાઓ
અને બીજી રચનાઓ જુઓ,
સહિયારું સર્જન પર…
