વિયોગ… જુદાઇ… વિરહ… - સંકલિત November 6, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.4 comments
જેમ પ્રેમની ભાવનાને શબ્દોમાં બાંધવી અશક્ય છે એમ વિરહમાં ઝૂરવાની સ્થિતિને આલેખવા માટે પણ શબ્દો હંમેશા ઓછાં જ પડે છે. આમ તો પ્રિયજનથી વિયોગ, પ્રિયજનનો વિરહ અને પ્રિયજનની જુદાઇને વર્ણવતી ગઝલો ને રચનાઓ અગણિત છે. પણ આજે આપણે એ વિશેનાં થોડા શેરો/મુક્તકો અહીં માણીએ…
* * *
શૂન્ય પાલનપુરી…
કિસ્મતમાં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલનના હોઠે જુદાઇનાં ગીત હો.
તમે ચાલ્યા ગયા સૂની કરી દિલની અટારીને,
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરૂપે ઇંતેજારીને.
ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઇ પગરવ હવે. (more…)
