તું છે સૂરમય October 30, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback
રહેતી’તી હું,
ખુદમાં તન્મય.
દ્રષ્ટિ મળતાં,
થૈ તારામય.
નિજને ભૂલી,
થૈ ગૈ જગમય.
જડ મટીને,
થૈ ચેતનમય.
જગ બેસૂરું,
તું છે સૂરમય.
સૂરનાં તાલે,
રહું લયમય.
શોધું ખુદને,
મળું તુજ મંય.
તવ ઊરે હું,
રખડું નિર્ભય.
તું ઊર-સાગર,
હું ઊર્મિમય.
* * *
ઊર્મિસાગર
*

છંદની ઘણી નજીક નજીક પહોંચી ગયા છો… સુંદર લઘુ બહેરની ગઝલ… અભિનંદન !
Good Job Urmi…
Keep it up.
Really a nice creation.
રઇશ મનીઆરની ગઝલ શાસ્ત્રની ચોપડી તેઓ અહીં આવ્યા ત્યારે મેં ખરીદી છે. તારા ઇન્ડીયાના કોંટેક્ટ મારફત મંગાવીશ તો બહુ જ કામમાં આવે તેવી ચોપડી છે. મેં તે વાપરવાનું શરૂ કર્યું છે, અને ધીરે ધીરે છંદ બેસતા જાય છે. સારી રચના કરવા આ કષ્ટ લેવું જ રહ્યું !!
તારી આ ગઝલ બહુ જ સરસ છે. થોડા સુધારા મારી મતિ પ્રમાણે અને સહાધ્યાયીની હેસિયતથી સૂચવું છું -
જડ મટીને, ની જગ્યાએ ‘ જડતા છોડી’
રહું લયમય. ની જગ્યાએ ‘ માણું તવ લય’
મળું તુજ મંય. ની જગ્યાએ ‘ પામું તુજ રવ ‘
થૈ અને ગૈ ને સ્થાને ‘થઇ’ અને ‘ગઇ’ ગુજરાતી ભાષાની નજરે વધારે સારું રહેશે કારણકે , અક્ષરોની સંખ્યા સરખી હોય તે જરૂરી નથી. ગઝલના છંદ માત્રામેળ હોય છે. એટલે ગાવામાં બરાબર લય આવે તે જ અગત્યનું છે.
માનું છું કે આ ચેષ્ટા સ્વીકાર્ય હશે.
vivekbhai ne vinanti laghu baher upar vadhu spashtata sathe article lakhasho to mara jeva ghana nr gamashe.
Hi Urmisagar
taro atlo undo vichar and tara prayto thi tu jarur gujarati kavyo/ gajaloma ganu saras lakhan che. mane tara gana kavyo rachana game che. Jyare jyare mane time male che tyare hu vachu chu. mane game che. mara mate avu vachavu navu che atle vakya rachna ma samaj nathi padti pan eno kahevano mining khabar pade che.
Very Very Good….
શોધું ખુદને,
મળું તુજ મંય.
અહા ,
સરસ રચના.
you are tagged urmi:
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116261789178137020.html
ખૂબ સુંદર રચના છે.
hi urmi
its really nice creation.. i really salute ur writing skill
i dont kno any CHHAND, but i love to hear this again n again
neel