હું તો ન માંગુ! October 23, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback
હું તો ન માંગુ કંઇ તારી કને!
તું આપ, જો હો, તારે અંત:કરણ!
સ્થુળ લાગણીને શું કરું હું?
આપ તારા અ-સ્થુળ ચરણ.
જન્માવ્યું કશું ન ખપે મને,
આપ મને એક અવતરણ.
ગણિતમાં ગણું હું પાકો તને,
પાડ ખોટું મારું સમીકરણ.
તું આપ મને એક હુંડી લખી,
તો કરું જગનું હું અનુકરણ.
આવ, ’રે અહીં માનવ બની,
તો કરું તારું હું અનુસરણ.
હાથ લંબાવી શું કરું હું?
કયાં દે છે કદી તું અ-કારણ?!
આપવું જ જો હોય તારે કશું,
તો આપ તારું એક ઊર્મિ-ઝરણ.
તું આપ, જો હો, તારે અંત:કરણ,
હું તો ન માંગુ- કારણ, કે અ-કારણ!
* * *
આ કવિતા હિન્દીમાં વાંચો તરકશ.કોમ પર…
* * *
ઊર્મિસાગર
*

આવ, ’રે અહીં માનવ બની,
તો કરું તારું હું અનુસરણ.
આપવું જ જો હોય તારે કશું,
તો આપ તારું એક ઊર્મિ-ઝરણ
bahu saras
હાથ લંબાવી શું કરું હું?
કયાં દે છે કદી તું અ-કારણ?!
ખૂબ સરસ ,
નૂતન વર્ષાભિનંદન,
સાલ મુબારક.
વાહ ! લખ્યું આ બહુ સરસ
બસ લખો વધુ એક પ્રકરણ.
સરસ… નૂતન વર્ષાભિનંદન… !
hearty congs.always and blessings…..best wishes for new year !
Manvant.
Saras
Nutan Varshabhinandan
Kokila
Nicely written…once again…happy new year!
Excellent. I liked it very much.
karekher bahuj sarash kavya che.
a-karan thai te badhuj sarjnatmakta che,
a-karan thai te badhuj avtaran che baki badhu reaction che,
maney akhi kavita bahu gami.
khub sarash.
All lines are very good to keep reading over and over.
[...] આ ગઝલની પ્રથમ બે પંક્તિઓ મને હ્રદયસ્થ છે… અને એજ પંક્તિઓની પ્રેરણાથી એક વખત એક કવિતા લખાઇ ગઇ હતી… હું તો ન માંગુ! ઘણા વખતથી હું આખી ગઝલ શોધતી હતી…કાલે અચાનક સાંભળવામાં આવી તો લખી દીધી… મિત્રો, લખાણમાં ભૂલચૂક હોય તો જરૂર જણાવશો. [...]