jump to navigation

હું તો ન માંગુ! October 23, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

girl_prayers.jpg 

હું તો ન માંગુ કંઇ તારી કને!
તું આપ, જો હો, તારે અંત:કરણ!

સ્થુળ લાગણીને શું કરું હું?
આપ તારા અ-સ્થુળ ચરણ.

જન્માવ્યું કશું ન ખપે મને,
આપ મને એક અવતરણ.

ગણિતમાં ગણું હું પાકો તને,
પાડ ખોટું મારું સમીકરણ.

તું આપ મને એક હુંડી લખી,
તો કરું જગનું હું અનુકરણ.

આવ, ’રે અહીં માનવ બની,
તો કરું તારું હું અનુસરણ.

હાથ લંબાવી શું કરું હું?
કયાં દે છે કદી તું અ-કારણ?!

આપવું જ જો હોય તારે કશું,
તો આપ તારું એક ઊર્મિ-ઝરણ.

તું આપ, જો હો, તારે અંત:કરણ,
હું તો ન માંગુ- કારણ, કે અ-કારણ!

* * *

આ કવિતા હિન્દીમાં વાંચો તરકશ.કોમ પર…

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. vijayshah - October 23, 2006

આવ, ’રે અહીં માનવ બની,
તો કરું તારું હું અનુસરણ.

આપવું જ જો હોય તારે કશું,
તો આપ તારું એક ઊર્મિ-ઝરણ

bahu saras

2. amit pisavadiya - October 23, 2006

હાથ લંબાવી શું કરું હું?
કયાં દે છે કદી તું અ-કારણ?!

ખૂબ સરસ ,

નૂતન વર્ષાભિનંદન,
સાલ મુબારક.

3. સુરેશ જાની - October 23, 2006

વાહ ! લખ્યું આ બહુ સરસ
બસ લખો વધુ એક પ્રકરણ.

4. વિવેક - October 23, 2006

સરસ… નૂતન વર્ષાભિનંદન… !

5. manvant - October 23, 2006

hearty congs.always and blessings…..best wishes for new year !
Manvant.

6. Kokila - October 23, 2006

Saras
Nutan Varshabhinandan
Kokila

7. Rachit - October 24, 2006

Nicely written…once again…happy new year!

8. Vishal Monpara - October 25, 2006

Excellent. I liked it very much.

9. rajesh - October 25, 2006

karekher bahuj sarash kavya che.
a-karan thai te badhuj sarjnatmakta che,
a-karan thai te badhuj avtaran che baki badhu reaction che,
maney akhi kavita bahu gami.
khub sarash.

10. chiman patel - December 19, 2006

All lines are very good to keep reading over and over.

11. તારી ખુદાઇ દુર નથી -નાઝીર દખૈયા « ઊર્મિનો સાગર - December 20, 2006

[...] આ ગઝલની પ્રથમ બે પંક્તિઓ મને હ્રદયસ્થ છે… અને એજ પંક્તિઓની પ્રેરણાથી એક વખત એક કવિતા લખાઇ ગઇ હતી… હું તો ન માંગુ!   ઘણા વખતથી હું આખી ગઝલ શોધતી હતી…કાલે અચાનક સાંભળવામાં આવી તો લખી દીધી… મિત્રો, લખાણમાં ભૂલચૂક હોય તો જરૂર જણાવશો. [...]