હાલને, જઇએ દેશમાં દોડી… October 20, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback

(દિપાવલીની શુભેચ્છાઓ સાથે સર્વ મિત્રોને અર્પણ!!)
* * *
લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…
છે ક્યાંય કદીયે કોઇએ ભાળી?
સંગસંગ હોળી ને દિવાળી?!
લ્યો ભાળો, પરદેશમાં હૈયે!
હાલને, જઇએ દેશમાં દોડી…
દેશમાં કેવી ઝાકમઝોળી!
મઠીયા તીખાં, સુખડી ગળી,
અહીં તો મિઠાઇયે લાગે મોળી,
હાલને, જઇએ દેશમાં દોડી…
બંધ આંખોએ રહું નિહાળી,
ઓટલી પર રંગોળી પાડી,
ત્યાં થૈ પેલી આતશબાજી,
હાલને, જઇએ દેશમાં દોડી…
ઊર્મિ ઊઠે આળસ મરડી,
રચે હ્રદયોની ઝળહળ જોડી,
ને જાય મંદિરે દડદડ દોડી,
હાલને, જઇએ દેશમાં દોડી…
નમન કરું, લઉં મનને વાળી,
શારદા, લક્ષ્મી ને મા કાળી,
ઓલવીએ હૈયાની હોળી,
હાલને, જઇએ દેશમાં દોડી….
* * *
* * *
ઊર્મિસાગર
*

વાહ ઊર્મિ…
ખરેખર, થોડા દિવસથી જે લાગણી થાય છે, તેને જાણે તમે વાચા આપી…..
રંગોળીના રંગો… મમ્મીના હાથના મઠિયા.. અને ઘણું બધું યાદ કરીને દિલમાં ખરેખર હોળી અનુભવાય છે. ઘણા પ્રયત્નો છતાં પણ દિવાળીની મઝા માણી નથી શકતી..
તોયે.. દિવાળી એ દિવાળી છે… દેશમાં હો કે પરદેશમાં… આંગળે રંગોળી અને રસોડે મઠિયા કરતા વધારે મનના ભાવ અને શુભેચ્છાઓ મહત્વના છે..
તો તમને, અને આ વાંચતા બધા મિત્રોને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.
આવ તું દિવાળી કરવા દેશમાં
રાહ જોઈ રહ્યાં તમારી દેશમાં
મઠિયા ને ચોળાફળી રાહ જુએ
સુખડી મોહનથાળ એની સાથે
સહુ સ્વાગત કરે તારી દેશમાં
મંદિરનાં રણઝણતાં ઘંટારવ
આંગણાંના રંગોની રંગોળી
દિવડાનો તેજસ્વી ઝગમગાટ
સહુ રાહ જુએ તારી દેશમાં
હવે તો તું આવ એકવાર દેશમાં
દિવાળીની શુભેચ્છાઓ
નવા વર્ષની શુભકામનાઓ
નીલા આંટી
[આવડ્યું તેવું લખ્યું]
vah! ghani j sundar vaat!
બહુ સરસ કવિતા અને બહુ સરસ ચિત્ર
Very well written. I feel the same.
સરસ અભિવ્યકિત !દિવાળી આપ સૌને મુબારક…..નવા વર્ષની શુભકામનાઓ ……
પ્રિય ઊર્મિ,
હૃદયની લાગણીઓને સરસ વાચા આપી. કદાચ આ ગઝલ સાંભળી જ હશે:
हम तो है परदेसमें, देसमें निकला होगा चांद,
अपनी रात की छ्तपे कितना तन्हां होगा चांद..
-જયદીપ
ઉર્મિ બહેન,
હ્રદય સ્પર્શી રચના. મારી બે દિકરીઓ અમેરિકા મા છે. આજે તેમની સાથે ચેટ કરતા કરતા તમારી આ લાગણી વાચી ને હલી જવાયુ. હુ પ્રાર્થના કરિશ કે આપ સર્વની આવતી દિવાળી દેશ મા થાય.
વ્યથિત મન ને શબ્દોમા સરસ મઢ્યુ.
દીપાવલી ની હાર્દિક શુભેચ્છાઓ ,
નવુ વર્ષ આપ સર્વેને મંગલકારી રહે એ જ અભ્યર્થના.
નૂતન વર્ષની શુભકામનાઓ !ઊર્મિબહેનની લાગણીમાં મારી લાગણીનો
ઉમેરો કરી એમની રચનાને બિરદાવું છું .નીલાબહેનના ભાવ બદલ
ખૂબ જ ધન્યતા અનુભવું છું.અહો ! મારા ભારત દેશ ! તને નમું છું .
YOU ARE PUTING YOUR HEART AND MIND IN HARMONEY IN EACH POETY.
AND THAT TOUCHES MYMIND WHEN I READ THEM.
KEEP UP YOUR WRITING…..
KEEP SENDING GOOD PICTURES AND POETY.
RAJENDRA