અપેક્ષિત પ્રેમ October 17, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.trackback
પ્રિયતમ મારા…!!
હું નથી રાધા કે નથી મીરાં!
હા, એમનો અંશ જરૂર છું હું,
પણ સાચું કહું, રાધા કે મીરાં નથી હું!
તમે જ મારા શ્યામ છો, કબૂલ!
મને પણ અનહદ પ્રેમ છે, એય કબૂલ!
હું ચાહું છું તમને અંતરનાં ઉંડાણથી, બધુંયે કબૂલ!
પરંતુ મારો પ્રેમ નિરપેક્ષ નથી…
હું ભૂલું છું મારા સમગ્ર અસ્તિત્વને તમારી અંદર,
પરંતુ મને હજી એ યાદ છે…
હું ઓગળું છું હર ક્ષણ તમારામાં જ,
પણ મને એની ખબર છે…
નથી મારો કોઇ અંકુશ મુજ હૈયે,
એ વિવશતાનીયે મને જાણ છે …
હું રહી આ યુગની પ્રેમિકા!
મારી પાસે નિરપેક્ષ પ્રેમની અપેક્ષા કાં રાખો, પ્રિતમ?!
હા, મને અપેક્ષા છે, ઘણી ઘણી અપેક્ષા…
રાધાની જેમ હું રિસાઉં કદી, તો શ્યામની જેમ મનાવો મને…
એવી અપેક્ષા છે મને…
મીરાંનાં ઝાંઝર મુજ હૈયે રણકે છે,
એ જો સાંભળો તમે તો રેલાવો તવ ઉરેથી સૂર ક્યારેક…
એવી અપેક્ષા છે મને…
તમારા પ્રેમનો ટહુકો કરે છે મારો મન-મોરલો,
તો તમેય ક્વચિત પાડો એનો પડઘો…
એવી અપેક્ષા છે મને…
લાગણીનું ઝરણું હજી વહે છે કે સૂકાય છે? ક્યારેક તો જણાવો મને?!
એવી અપેક્ષા છે મને…
મુજ હ્રદયના હર તાલ પર તવ સ્મરણનું મૃદંગ વાગે છે…
ને તમારા હ્રદયના એકાદ તાલેય શું મારું સ્મરણ જાગે છે?
જણાવો એય ક્યારેક મને…
એવી અપેક્ષા છે મને…
દિવસ-રાત જતાં નથી તમે મારા વિચારોથી ક્યાંય કદી આગળ…
ને, હું આવું છું ખરી તમારા વિચારોમાં કદી એકાદ પળ?
જાણવું છે એય બધું મારે…
એવી અપેક્ષા છે મને…
પ્રિયતમ, જુઓને… કેટલીયે અપેક્ષા છે મને…!!!
એટલે જ તો કહું છું હું,
કે મારો પ્રેમ અપેક્ષિત છે, નિરપેક્ષ નહીં…!!!!
અને મને ખબર છે…
તમને પણ છે અપેક્ષા,
કે હું સદા નિરપેક્ષ રહું!!!!!
* * *
ઊર્મિસાગર
*

vah!
bahu ja saras vaat kahi
prem apeksha to kare ja pan aapavani
pamavani eto aajani vaat
અને મને ખબર છે…
તમને પણ છે અપેક્ષા,
કે હું સદા નિરપેક્ષ રહું!!!!!
vah bahu ja saras
બહુ જ સરસ રચના …
“સ્મરણ બસ તમારૂં કરું રાત દિન
નયનના ઝરૂખે રહો છો તમે.
હૃદયમાં અમારા સદાયે વસો…
કદી યાદ અમને કરો છો તમે? ”
મ.ઉ. એ ગાયેલું ગીત યાદ આવી ગયું .
હા આપણી કરુણતા અને જીવનની વાસ્તવિકતા છે કે આપણે અપેક્ષા વિના પ્રેમ કરી શકતા નથી.
દિવસ-રાત જતાં નથી તમે મારા વિચારોથી ક્યાંય કદી આગળ…
ને, હું આવું છું ખરી તમારા વિચારોમાં કદી એકાદ પળ?
જાણવું છે એય બધું મારે…
એવી અપેક્ષા છે મને…
તમને પણ છે અપેક્ષા,
કે હું સદા નિરપેક્ષ રહું!!!!!
બહુ સુંદર રચના .
આજે ઊર્મિના સાગરમાં ભરતી દેખાઇ…..! સુંદર સર્જન..અભિનંદન..
hi urmi,
it is my duty to showcase gujarati blogs in Chitthacharcha, honestly!!
હુ જાણુ છુ હુ બધાના બ્લોગ ને શામેલ નથી કરી શક્તો એનો મને અફસોસ છે, પણ હુઁ પ્રયત્ન કરુ છુ.
મારી વ્યક્તિગત પ્રાર્થના તમે.. તરકશ.કૉમ ની મુલાકાત લેતા રહો અને બને તો ત્યાં કોમેંટ પણ કરો…
સ-રસ વાત !
very nice.congrats.enjoyed this very much.keep it up
nice very nice HU SADA NIRPEX RAHU
So beautiful poetry! Such a chrystal clear true expression of a lady in love!
Very nice!