તમે વાતો કરો તો થોડું સારું લાગે -સુરેશ દલાલ October 11, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
* * *

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
બહુ જ સુંદર કવિતા છે.
આભાર.
રોમાંચે રોમાંચે દીવા બળે….
અને આયખું તો તુલસીનો ક્યારો……..
આભાર અમિતભાઈ !અભિનંદન કવિ !
ભૂલ સુધાર :આભાર ઊર્મિસાગરનો માનવો છે.ક્ષમાયાચના..મનવંત.
[...] # નામ લખી દઉં # અમે એવાં છઇએ # તમે વાતો કરો તો થોડું સારું લાગે # એવો એનો ફ્લેટ # અછાંદસ રચના # ઇમેજ પબ્લીકેશન્સ [...]
its greats
તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે.
Chirag (07/12/2006 10:09:01): તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે.
રોમાંચે રોમાંચે દીવા બળે….
અને આયખું તો તુલસીનો ક્યારો……..
આભાર અમિતભાઈ !અભિનંદન કવિ !