jump to navigation

મારા શબ્દોમાં રણકે છે તું October 10, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
5 comments

મારા શબ્દોમાં રણકે છે તું ઊર્મિ બની,
પણ મારા કાવ્યોમાં તારું નામ નથી.

મારા રક્તમાં ભળે છે તું વાયરસ બની,
પણ તબીબ કને એ રોગનું કો’ નામ નથી.

મારા ગર્વમાં રહે છે તું ખુમાર બની,
પણ તોયે કહું છું મને અભિમાન નથી.

મારી ધડકનોમાં ધડકે છે તું વિશ્વાસ બની,
પણ તારી શ્રધ્ધામાં કાં મારું સ્થાન નથી?

મારી આંખોમાં વસે છે તું આલમ બની,
પણ જીવન-કિતાબમાં તારો પાઠ નથી.

* * *

ઊર્મિસાગર

*