ઊર્મિ મુક્તકો – ૨ October 5, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
કેટલે સુધી ગયો હશે તું ગયો જ્યારે મારી અંદર?
એ શોધવા ગઇ હું પણ તારી પાછળ મારી અંદર,
કેમ કશુંયે ભાળ્યું નહીં મેં મારું તો કાંઇ મારી અંદર?
ભરમાઇ ગઇ, શું હતી હું મારી કે પછી તારી અંદર?!
* * *
તું ન આવે તો કંઇ નહિં, તારો એક શ્વાસ મોકલાવ તું,
તારા પત્રની આશ નથી પણ થોડા શબ્દો મોકલાવ તું,
તારા સ્મરણોનું તેલ ભર્યુ છે મારા અંતરના કોડિયામાં,
પ્રિયતમ, તારા પ્રેમની બસ એક જ્યોત મોકલાવ તું.
* * *
માણી રહી’તી મારા જ સ્પંદનોમાંથી ઝરતો તારો ઊર્મિ-રસ,
આવી રહી’તી મંદ મંદ તુજ યાદની લહેરખીઓ પણ કેવી સરસ!
અરે! અચાનક ક્યાંથી આવી પડ્યું તુજ સ્મરણોનું આ વાવાઝોડું?
ઓ નિર્દયી! શીદ કીધું તેં મુજ અસ્તિત્વને તહસ-મહસ?!
* * *
ઊર્મિસાગર
*
*

સુંદર મુક્તકો…. હું મારી અંદર હતી કે તારી? – સુંદર વાત…
The Poet has those feeling which takes in the heart of the ” MUKTAK”
I am enjoying it.
Keepit up your good work.
It is so emotional that i hate to leave your blog.
Keep writting new URMI MUKTAKO.
સુંદર રચનાઓ છે.
નમસ્કૃતમ્
અતિ સુંદર મુક્તકો રચ્યા છે.
આભાર.