‘હવે બધું જ આવી ગયું!’ October 2, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.10 comments
જૂનું ઘર -
છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં
સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી,
ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી,
‘જુનું ઘર ખાલી કરતાં‘ -
અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી…
અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યા‘તા અમે ખાલી હાથે -
પણ હવે એમાં કંઇ પણ સમાતું ન‘હોતું,
ન સામાન, ન સંભારણા!
