jump to navigation

જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે September 27, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback


ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !

ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

* * *

કવિ શ્રી બાલમુકુંદ દવેની જીવનઝાંખી અહીં વાંચો.

*

Comments»

1. Suresh Jani - September 28, 2006

Hello
Please give link of this poem at his profile on our blog. This is his very famous poem and favourite of many like me.
It will be a good ide to give a cross link here too, so that somebody who wants to know about the life of such a great poet can get it in a ‘click’ .
See kavilok.com
Jayesh and Dilip Patel have done very good synthesis like this.

2. Rajendra Trivedi,M.D. - September 29, 2006

It is a very moving poem.
Sad but sweet not to forget the pain Behing.
BA BAPU…….
You are a Poet Balmukund Dave, who left many in tears after this Poem.

3. amit pisavadiya - September 29, 2006

સ્થળાંતર કરતા થતી વ્યથા અને લાગણી નુ સરસ આલેખન.

4. Manish - September 29, 2006

Yes This is excellent poem.

It remind me my Gujarati sir in the school. I still remember how he explained the last line LOH KERI MANIKA….

At that time I had no experiance of changing home. Today, when I am reading, I understand the first portion. Yes, we have many small small useful and useless things, that we notice when we change the home.

At that time, I had no experiance of death of near and dear. Today…..

I ralise that whatever we learnt in school days to score good marks. Either PADYA or GADYA. It was containing NICHOD of life experaice of the creator (autor/poet).

Thanks

5. કલ્પેશ - September 29, 2006

ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

I could understand the above in bits & pieces
Can anyone explain the above lines in simple words?

6. વિવેક - September 29, 2006

શાળાના દિવસો યાદ આવી ગયા…. ઘણો આભાર!!

7. Jaydeep - September 30, 2006

સાચી વાત છે, વિવેકભાઈ,
શાળાના દિવસો યાદ આવી ગયા.
આભાર, ઉર્મિ..!
-જયદીપ.

8. બાલમુકુન્દ દવે « ગુજરાતી સારસ્વત પરિચય - October 1, 2006

[...] # રચના  # જૂનું ઘર ખાલી કરતાં [...]

9. ‘હવે બધું જ આવી ગયું!’ « ઊર્મિનો સાગર - October 2, 2006

[...] જૂનું ઘર - છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી, ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી, ‘જુનું ઘર ખાલી કરતાં‘ - અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી… અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યા‘તા અમે ખાલી હાથે - પણ હવે એમાં કંઇ પણ સમાતું ન‘હોતું, ન સામાન, ન સંભારણા! [...]