jump to navigation

કોણ માનશે? September 19, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?

જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?

રસ્તામાં એ મળી ગયા તો હસી લીધું જરા,
બસ આટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?

સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?

હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?

*

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?

કયાં હવાનીયે કંઇ જગા હતી આપણી વચ્ચે?!
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

* * *

ઊર્મિસાગર

*

“કોણ માનશે?” રદીફ પરની વધુ રચનાઓ વાંચવા માટે અહિં ક્લિક કરો.

*

 

Comments»

1. manvant - September 19, 2006

આપણી વચ્ચે મૌન બોલતું હતું…………ત્યારે વચ્ચે
શબ્દોની દિવાલ હતી,………….કોણ માનશે ? વાહ !

2. amit pisavadiya - September 20, 2006

કયાં હવાનીયે કંઇ જગા હતી આપણી વચ્ચે?!
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

સુંદર શબ્દો વણ્યાં છે.
* * *

3. વિવેક - September 21, 2006

મૌનના બોલવા ટાણે શબ્દો દિવાલ બનીને મૂંગા મૂંગા જોયા કરતા હોય છે…. ખૂબ સુંદર સંવેદન…. અભિનંદન!