કોણ માનશે? September 19, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.3 comments
સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?
જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?
રસ્તામાં એ મળી ગયા તો હસી લીધું જરા,
બસ આટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?
સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?
હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?
*
આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?
મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?
કયાં હવાનીયે કંઇ જગા હતી આપણી વચ્ચે?!
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?
* * *
ઊર્મિસાગર
*
“કોણ માનશે?” રદીફ પરની વધુ રચનાઓ વાંચવા માટે અહિં ક્લિક કરો.
*
