jump to navigation

થોડા શેર: તું અને હું… September 14, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
trackback

તને સ્પર્શીને આવી જે હવા હશે,
એણે જ મહેકાવ્યું મારું મન હશે.

* * *

તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.

* * *

તમારું આવવું મારા જીવનમાં, કંઇક એવું લાગ્યું મને,
એક જ પગલાંમાં કપાઇ ગયો, જીવનનો અડધો રસ્તો.

* * *

તું ભલે માને નિજને મુજ ઊર્મિના સાગરનું માત્ર એક બિંદુ,
આખરે તો ઉદભવ્યો છે એજ બિંદુમાંથી મારો આ સિંધુ!

* * *

તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. Dhaval - September 15, 2006

તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.

Nice. Ganichacha’s poem transformed in a very sensitive way.

2. Urmi Saagar - September 16, 2006

Yes Dhavalbhai….
Inspired from Gani Dahiwala’s this sher….

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
(દિવસો જુદાઈના જાય છે…)

3. manvant - September 16, 2006

જો મૈ ઐસા જાણતી…..પ્રીત કિયે દુ:ખ હોય :

નગર ઢીંઢોરા ફેરતી…….પ્રીત ન કીજો કોય !

બધી જ રચનાઓ દાદ માગે તેવી છે જ !….અભિનંદન.

4. હરીશ દવે - September 17, 2006

મૌલિક કૃતિઓ રચવાનો પ્રયત્ન પણ ખૂબ ખુશી આપે! વાચકને આનંદ આવે. અભિનંદન. … હરીશ દવે

5. વિવેક - September 17, 2006

તને સ્પર્શીને આવી જે હવા હશે,
એણે જ મહેકાવ્યું મારું મન હશે.

- ખૂબ જ સુંદર શેર. આ વાંચીને મનહર ઉધાસે ગાયેલ ‘આદિલ’ મન્સૂરીની ગઝલનો એક શેર અનાયાસે યાદ આવી ગયો-

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેંક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે…

- લગભગ બધા જ શેર ઘણા સુંદર છે… અભિનંદન, ઊર્મિ!

6. અમિત પિસાવાડિયા - September 18, 2006

વાહ ! , સુંદર ! ,

તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!

અભિનંદન, ઊર્મિજી.

7. Vishal Monpara - September 19, 2006

Excellent !!!!

8. Iqbal - September 23, 2006

so nice
http://indianglory.wordpress.com

9. Pranav DAVE - October 7, 2006

tara virah….beautiful !!!

I have realized that i love ” kavita” much more than money after arrival in the Saudi arabia.

10. jagdish - October 12, 2006

waw
ne ghughve che tari urmi no sagar. waw

11. Nilay Parikh - October 17, 2006

urmi… really awsm. collection