થોડા શેર: તું અને હું… September 14, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
તને સ્પર્શીને આવી જે હવા હશે,
એણે જ મહેકાવ્યું મારું મન હશે.
* * *
તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.
* * *
તમારું આવવું મારા જીવનમાં, કંઇક એવું લાગ્યું મને,
એક જ પગલાંમાં કપાઇ ગયો, જીવનનો અડધો રસ્તો.
* * *
તું ભલે માને નિજને મુજ ઊર્મિના સાગરનું માત્ર એક બિંદુ,
આખરે તો ઉદભવ્યો છે એજ બિંદુમાંથી મારો આ સિંધુ!
* * *
તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!
* * *
ઊર્મિસાગર
*

તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.
Nice. Ganichacha’s poem transformed in a very sensitive way.
Yes Dhavalbhai….
Inspired from Gani Dahiwala’s this sher….
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
(દિવસો જુદાઈના જાય છે…
જો મૈ ઐસા જાણતી…..પ્રીત કિયે દુ:ખ હોય :
નગર ઢીંઢોરા ફેરતી…….પ્રીત ન કીજો કોય !
બધી જ રચનાઓ દાદ માગે તેવી છે જ !….અભિનંદન.
મૌલિક કૃતિઓ રચવાનો પ્રયત્ન પણ ખૂબ ખુશી આપે! વાચકને આનંદ આવે. અભિનંદન. … હરીશ દવે
તને સ્પર્શીને આવી જે હવા હશે,
એણે જ મહેકાવ્યું મારું મન હશે.
- ખૂબ જ સુંદર શેર. આ વાંચીને મનહર ઉધાસે ગાયેલ ‘આદિલ’ મન્સૂરીની ગઝલનો એક શેર અનાયાસે યાદ આવી ગયો-
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેંક?
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે…
- લગભગ બધા જ શેર ઘણા સુંદર છે… અભિનંદન, ઊર્મિ!
વાહ ! , સુંદર ! ,
તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!
અભિનંદન, ઊર્મિજી.
Excellent !!!!
so nice
http://indianglory.wordpress.com
tara virah….beautiful !!!
I have realized that i love ” kavita” much more than money after arrival in the Saudi arabia.
waw
ne ghughve che tari urmi no sagar. waw
urmi… really awsm. collection