નાનકડી પરીને ઉડવા કને પાંખો જોઇએ છે! - Help Save Nirali August 23, 2006
Posted by ઊર્મિ in અન્ય.5 comments
-: Nirali Naik :-
A Leukemia patient and is in desperate need of a bone-marrow!!
*
તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!
તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!
તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
“ઊર્મિસાગર”

