jump to navigation

દરિયા કિનારે ચાલતા ચાલતા August 3, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

footprints_beach2.JPG

દરિયા કિનારે ચાલતા ચાલતા
દરિયાનું એક મોજું
વીને અચાનક
ભીંજવી ગયું
નખશીખ,
જ્યારે મને
યાદ આવ્યું,
ત્યારે મને
તારું પણ
કૈંક આવું
ભીંજવવું મને
દરિયા કિનારે ચાલતા ચાલતા

***

“ઊર્મિસાગર”

Comments»

1. amit pisavadiya - August 3, 2006

તમારી ઊર્મિઓને તમે સુંદર વાચા આપી છે ,
સરસ !!!
ઊર્મિ જી .

2. manvant - August 3, 2006

દરિયાને કાંઠડે ઊર્મિ પર સાગરની છોળો ના ઊડે, તો બીજું થાય પણ શુ હેં !
સાવ ભીંજાયા પછીની મજા તો માણી જ ને ?

3. ધવલ - August 4, 2006

શુદ્ધ અને સરળ અભિવ્યક્તિ !

4. વિવેક - August 4, 2006

અમિતભાઈ, મનવંતભાઈ અને ધવલની હામાં હા પુરાવવા સિવાય કોઈ વિકલ્પ બાકી છે ખરો મારા માટે?

-મજા આવી!

5. સુરેશ જાની - August 4, 2006

કવિતા માણવાની નવી દ્રષ્ટિ મને મળી !
અંદર વાંચ્યા વિના, આખી કવિતાના માત્ર બાહ્ય રૂપને જ નિહાળો – તો એક ફૂલદાની દેખાશે !
પ્ણ ઉપર રેતી અને દરિયો શોભતા નથી !!

6. Neha - August 7, 2006

કેટલાય દિવસોથી કયાંક ખોવયેલી હું આજે ફરી પાછી બ્લોગજગતની મુલાકાતે આવી ત્યારે આપના બ્લોગના પર શોભતાએ દરિયાના દૅશ્યે મન મોહી લીધું. એમાં પણ આપની આ રચના …….સોનામાં સુગંધ બક્ષે છે.

Awsome..