jump to navigation

Update on Nirali’s condition… ઓગસ્ટ 30, 2006

Posted by ઊર્મિ in અન્ય.
add a comment

Read Nirali’s condition’s daily update here… http://savenirali.com/nirali/Main/NiraliUpdates

Read about upcoming drives here… http://savenirali.com/nirali/Main/UpcomingDrives 

(વધુ…)

જન્નત મળી ગઇ -બેફામ ઓગસ્ટ 28, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

ફરીવાર ખીલી ઉતરતી જવાની
ફરીવાર એની મહોબ્બત મળી ગઇ,
ઉષાની નહીં, તો ભલે સાંજની પણ
જીવનમાં ફરીવાર રંગત મળી ગઇ. (વધુ…)

Bone-marrow Donation Drives in all BAPS temples of USA — Help Save Nirali! ઓગસ્ટ 27, 2006

Posted by ઊર્મિ in અન્ય.
2 comments

નિરાલી માટે બોનમેરો મેચીંગની સંભાવના વધે એ માટે અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તારીખ 27 મી ઑગષ્ટના રોજ 2 pm થી 7 pm દરમિયાન બોનમેરો ડોનેશન ડ્રાઈવ્સ સમર ( South Asian Marrow Association of Recruiters (SAMAR) ) રાખવામાં આવેલ છે તો આ સેવાના કામમાં સહભાગી થવા ખાસ વિનંતી છે.

Thank you Dr. Dilip Patel for sharing this info…

* * * * * * * * *

નાનકડી પરીને ઉડવા કને પાંખો જોઇએ છે! – Help Save Nirali ઓગસ્ટ 23, 2006

Posted by ઊર્મિ in અન્ય.
5 comments

nirali111.jpg

-: Nirali Naik :-
A Leukemia patient and is in desperate need of a bone-marrow!! 

*

તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!

તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!

તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
 

“ઊર્મિસાગર” (વધુ…)

દિલની દીક્ષા છે -બેફામ ઓગસ્ટ 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

પડી હો જાણે પગમાં શૃંખલા એવી પ્રતીક્ષા છે,
ભલા આ તે તમારી પ્રીત છે કે કોઇ શિક્ષા છે.

છું તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા,
કહે ઓ ઇશ, આ તે મારી કે તારી પરીક્ષા છે? (વધુ…)

રણનેય નિચોવી શકું ઓગસ્ટ 16, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
8 comments

sahara.jpg

હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…

***

“ઊર્મિસાગર”

ખીંટી સમ જડાયો છું ઓગસ્ટ 10, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
6 comments

ખીંટી સમ જડાયો છું હું સમયની આ ભીંતમાં,
સંબંધોનાં વસ્ત્રો મને ચડ્યે ઉતર્યે જાય છે.

મૃગની જેમ ભરમાયો છું હું રણોની આ ભીડમાં,
ઝાંઝવાઓ પણ મને જોઇ જરા ભરમાય છે.

હવાની જેમ વેરાયો છું હું નભ-ધરાની બીચમાં,
શ્વાસોનું બંધન છતાં કેમ લોભાવી જાય છે?

કાળજામાં કોરાયો છું હું પડ્યો જ્યારથી પ્રીતમાં,
સ્મરણોનાં મલમ પણ કયારેક દર્દો આપી જાય છે.

સાગરમાં સંતાયો છું હું નદીઓ સંગ રીસમાં,
મોતી સમજી મને કોઇ મરજીવો લઇ જાય છે.

ગેયતા વિનાયે ગવાયો છું હું ગઝલ અને ગીતમાં,
ઠોઠ પણ ક્યારેક સૂરમાં છબછબિયાં કરી જાય છે.

બધાયથી સવાયો છું હું જગતની હર રીતમાં,
તારી જ એક ઊર્મિ મને કાયમ હરાવી જાય છે.

***

“ઊર્મિસાગર”

કોઇ દોસ્ત મળે -બેફામ ઓગસ્ટ 7, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

હું એકલો ફરૂં છું કે કોઇ દોસ્ત મળે,
હવે જગતથી ડરૂં છું કે કોઇ દોસ્ત મળે.

જનસમૂહની વચ્ચે કદી વિજન વાટે,
બધે શોધ કરૂં છું કે કોઇ દોસ્ત મળે. (વધુ…)

મૈત્રીની સગાઇ ઓગસ્ટ 6, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
9 comments

s_daisy.jpg 
(Happy Friendship Day!)

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.

***

“ઊર્મિસાગર”

દરિયા કિનારે ચાલતા ચાલતા ઓગસ્ટ 3, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
6 comments

footprints_beach2.JPG

દરિયા કિનારે ચાલતા ચાલતા
દરિયાનું એક મોજું
વીને અચાનક
ભીંજવી ગયું
નખશીખ,
જ્યારે મને
યાદ આવ્યું,
ત્યારે મને
તારું પણ
કૈંક આવું
ભીંજવવું મને
દરિયા કિનારે ચાલતા ચાલતા

***

“ઊર્મિસાગર”