jump to navigation

કૌતુક July 28, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

 ”માછલી જેવડોયે હતો, 
જ્યારે તું નાનો હતો-
પરંતુ ત્યારે તું,
મારા પેટમાં હતો!”
એને સમજાવવા માટે મેં કર્યુ,
મારા જ્ઞાનનું થોડું પ્રદર્શન-
સ્તબ્ધ થઇ ગયો એ એકદમ,
ને થોડો વિચારશીલ પણ…
ફુટી નીકળી અટકળો થોડી
એના ભોળા મુખ પર-
એને ઉકેલવા જાઉં હજી ત્યાં,
અવાજને કંઇક ગંભીર કરી
એણે મને ફરીયાદ કરી,
“મમ્મા, તું મને કેમ ખાઇ ગયેલી?”
હવે વારો મારો હતો-
સ્તબ્ધ થવાનો-
ફુટી નીકળી’તી
મારાયે ભોળા મુખ પર-
ઉત્તરની અજ્ઞાનતા!

***

“ઊર્મિસાગર”

Comments»

1. manvant - July 28, 2006

નાના બાળકને કરેલી વાત સાંભળી બાળક માને કુતૂહલવશ
થઈ અણધાર્યો વિચિત્ર પ્રશ્ન પૂછે જ !માએ સ્તબ્ધ થવું પડે!
આ નાના સુકાવ્યમાં બે શબ્દોની જોડણી સુધારવા જેવી છે :
1પ્રદર્શન 2,ખાઈ ગયેલી.:

2. Urmi Saagar - July 28, 2006

I have fixed my typo… Thank you ManvantUncle!!

3. Dhaval - July 28, 2006

Very funny :-) :-)

4. વિવેક - July 29, 2006

સુંદર વિચાર…

5. manvant - July 30, 2006

ઊર્મિએ સર્જેલો સાગરનો ઘૂઘવાટ કાનમાં
સતત ગૂંજે છે !કેવી સુંદર અંત:સ્ફૂરણા !
મનનો બાકી રહેલો અભિપ્રાય આજે લખ્યો !

6. amitpisavadiya - July 31, 2006

બાળસહજ કુતુહલ પર સરસ પંક્તિઓ…
સરસ શબ્દો…

7. Rachit - July 31, 2006

Awesome thoughts…simple but effective creation!

8. ujas - August 1, 2006

nilam doshi here

very nice.congrats on this beautiful creation.urmiben i like yr all work.

9. nilam doshi - August 22, 2006

enjoyes laghukaavyo.really nice.abhinandan.