ઊર્મિ મુક્તકો – ૧ July 17, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,
લાલસા એય નથી મને, કો’ સ્થાન તારા ઉરમાં મળે,
હા! અંતરમાં એક જ ઇચ્છા, અહર્નિશ સળવળે,
આંખો બંધ કરું હું જ્યાં, તુજ ઊર્મિનો સાગર મળે.
***
એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રહી છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
***
પ્રીત થઇ’તી એમની સંગ, બહુ જ સાદી ભાતથી,
આંધળી પ્રીત એમની પણ, મળી ગજા બહારથી,
સાગરની જેમ ઊર્મિ એમની, ઉમટી હ્રદયની પારથી,
મોજાંની જેમ ઉછળી અને, શાંત થઇ ગઇ જગખારથી.
***
“ઊર્મિસાગર”

Very Nice…. I dont have words… But I feel very nice while reading…
“એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?”
Really….what a great creation of god !!
How such things happens?
N the main thing is that u can express with such nice line..
Too Good..Keep it up..will wait for other creations.
વાહ ઊર્મિ… ખરેખર મઝા આવી ગઇ.
ખૂબ જ સુંદર રચનાઓ.
ઊર્મિઓનો સાગર આમ જ છલકાતો રહે અને સાથે સાથે અમને ભીંજવતો રહે એવી શુભેચ્છા.
એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
સુંદર કલ્પના ના તરંગો !!! સરસ છે , ઊર્મિ જી .
મનગમતું ગીત !ત્રણે મુક્તકો દ્વારા મળ્યું… આભાર !
ઊર્મિઓની સુંદર અભિવ્યક્તિ… ત્રણેય મુક્તક આહલાદક છે. સફરની શરૂઆત તો સારી થઈ છે… ઉમ્મીદ રાખીએ કે આ જ મજા અહર્નિશ આવતી રહે… અભિનંદન…
YOU KNOW HOW TO PUT WORDS TO YOUR FEELINS !
I LOVE TO READ YOUR LINES,
AND MIND BETWEEN YOUR LINES!!! kp
its very difficult to bring a change in a perfection.
simply, just mind blowing…
good luk 4 next creation.