વિમુખતા July 29, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.6 comments
હતાશાની ગર્તમાં ધકેલતી રહે છે
મને તારી વિમુખતા,
ને હાથ ઝાલીને ઉગારતા રહે છે
મને તારા સંભારણા.
***
“ઊર્મિસાગર”
કૌતુક July 28, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.9 comments
”માછલી જેવડોયે હતો,
જ્યારે તું નાનો હતો-
પરંતુ ત્યારે તું,
મારા પેટમાં હતો!”
એને સમજાવવા માટે મેં કર્યુ,
મારા જ્ઞાનનું થોડું પ્રદર્શન-
સ્તબ્ધ થઇ ગયો એ એકદમ,
ને થોડો વિચારશીલ પણ…
ફુટી નીકળી અટકળો થોડી
એના ભોળા મુખ પર-
એને ઉકેલવા જાઉં હજી ત્યાં,
અવાજને કંઇક ગંભીર કરી
એણે મને ફરીયાદ કરી,
“મમ્મા, તું મને કેમ ખાઇ ગયેલી?”
હવે વારો મારો હતો-
સ્તબ્ધ થવાનો-
ફુટી નીકળી’તી
મારાયે ભોળા મુખ પર-
ઉત્તરની અજ્ઞાનતા!
***
“ઊર્મિસાગર”
જ્યારથી હસવા લાગ્યો છું - સૈફ પાલનપુરી July 26, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.4 comments
કોઇનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઇએ કોનો વારો છે?
મારા લગતી કોઇએ બાબત એમાં તો મેં જોઇ નહીં,
જીવું છું પણ લાગે છે કે બીજાનો જન્મારો છે. (more…)
પડતર સંબંધોના - કેશવ પરમાર July 25, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.4 comments
શીદને નવા નવા ઘડવા ઘડતર સંબંધોના?
પછી કેમ વિભાગ પાડવા, પડતર સંબંધોના?
શોભે નહીં શંકા કદી ગુરુના જ્ઞાન વિશેની,
પણ કંઇ નિશાળે શીખવા, ભણતર સંબંધોના? (more…)
ચાલને, કવિતાનો ‘ક’ જરા ઘુંટીએ July 20, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.13 comments
સાહિત્યમાં ઢબ્બુનો ‘ઢ’ છીએ તોયે,
ચાલને, કવિતાનો ‘ક’ જરા ઘુંટીએ.
ગઝલનાં ‘ગ’ને જાણતાં નથી તોયે,
શેરીઅત કરવાની ગુસ્તાખી કરીએ.
છંદ કોઇ કડીમાં ગોઠવાય નહીં તોયે,
થોડાં ઘણાં અછાંદસ ગોટાળા કરીએ.
ગીત ગળેથી કોઇ નીકળે નહિં તોયે,
ગેયતાની થોડી કત્લેઆમ કરીએ.
તિર્યકનું તીર ભલે છટક્યા કરે તોયે,
કમાનમાં થોડા ખંડો ભેરવીએ.
મુક્તક ને હાઇકુ પકડાય નહિં તોયે,
ગદ્ય-પદ્ય સંગ ચલકચાણી રમીએ.
આંબલી-પીપળીની રમત નથી તોયે,
ચાલ ‘ઊર્મિ’, ફરી બાર’ખડી ભણીએ.
***
“ઊર્મિ સાગર”
વિદાય વખતે - સૈફ પાલનપુરી July 18, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, નઝમ.9 comments
વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી… (more…)
ઊર્મિ મુક્તકો - ૧ July 17, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.8 comments
છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,
લાલસા એય નથી મને, કો’ સ્થાન તારા ઉરમાં મળે,
હા! અંતરમાં એક જ ઇચ્છા, અહર્નિશ સળવળે,
આંખો બંધ કરું હું જ્યાં, તુજ ઊર્મિનો સાગર મળે.
***
એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રહી છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
***
પ્રીત થઇ’તી એમની સંગ, બહુ જ સાદી ભાતથી,
આંધળી પ્રીત એમની પણ, મળી ગજા બહારથી,
સાગરની જેમ ઊર્મિ એમની, ઉમટી હ્રદયની પારથી,
મોજાંની જેમ ઉછળી અને, શાંત થઇ ગઇ જગખારથી.
***
“ઊર્મિસાગર”
વિશ્વામિત્ર સમ અચળ– July 13, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.5 comments
સંબંધ વિનાનો ગાઢ સંબંધ July 11, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.11 comments
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.
આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.
આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.
આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.
આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.
આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.
આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.
“ઊર્મિ સાગર”
“યાદ” રદીફની ગઝલો July 5, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.7 comments
જિગર મુરાદાબાદીએ ‘યાદ’ રદીફ પર લખેલી ગઝલ એટલી પ્રખ્યાત થઇ હતી કે ગુજરાતના ત્રણ પ્રસિધ્ધ ગઝલકારોએ એ ’યાદ’ રદીફ લઇને જે ગઝલો લખી છે એની ઝલક નીચે પ્રમાણે છે:
(જિગર મુરાદાબાદીની એ પ્રખ્યાત ગઝલ મારી પાસે નથી… જો કોઇ પાસે હોય તો અહિં એનો સમાવેશ કરી શકે છે.)
મરીઝ: (13 શેરોની આ આખી ગઝલ લયસ્તરો પર ઉપલબ્ધ છે.)
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ
આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ (more…)
નાનું સર્જન July 1, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.13 comments


