ભૂલ કરવામાં -કેશવ પરમાર June 30, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
ભૂલ કરવામાં એક દાખલો હોય છે,
પછી પરંપરાનો મોટો કાફલો હોય છે.
રસ્તો નથી મળતો પરિઘનો વર્તુળમાં,
નહીં તો છૂટવા માટે ક્યાંક ઝાંપલો હોય છે.
સહનશીલતા ગુમાવી ભલે મૌતને ભેટે,
પણ દીવાદાંડી સમ ક્યાંક થાંભલો હોય છે.
ડરતો હતો હું મારો જ પડછાયો જોઇને ભલા,
પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ભૂતનો મામલો હોય છે.
‘કેશવ’ જગને હસાવે છે નવા વેષ કાઢીને,
હકીકતમાં તો જીવનમાં દુ:ખી ડાગલો હોય છે.
– કવિ કેશવ પરમાર (’આક્રોશ’ માંથી)

પરીઘમાં વર્તુળનો રસ્તો ?કવિ રસ્તો ભૂલ્યા છે કે શું ?
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે ઉર્મી. “ભૂલ કરવામાં” ખુબજ સુંદર ક્રુતિ છે.