એકરાર કરી શક્યા નહીં -કેશવ પરમાર June 28, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
થઇ ગઇ ભૂલોનો એકરાર કરી શક્યા નહીં,
તક મળી તોય અમે તકરાર કરી શક્યા નહીં.
સહન કેટલું કરવું પડ્યું? એ ભૂલના પરિણામથી–
ચણેલી એક ઇમારતનો આધાર કરી શક્યા નહીં.
થઇ ગયું ના થવાનું આ જગતની મહેફિલમાં,
આગિયા સામે જુઓ સિતારા ચમકાર કરી શક્યા નહીં.
બગડેલા તો સુધર્યા નહીં, પણ સુધરેલ બગડી ગયા–
ભલાઓ આજ બુરાઓનો પ્રતિકાર કરી શક્યા નહીં.
બધા ભગવાનના રૂપની કલ્પનાઓ ખૂબ કીધી,
‘કેશવ’ અમે તો એના રૂપનો આકાર કરી શક્યા નહીં.
– કવિ કેશવ પરમાર (’આક્રોશ’ માંથી)

સરસ શબ્દો છે ,,,,
અમે તો એના રૂપનો આકાર કરી શક્યા નહીં. વાહ !!
good
really this is wonder.i like this type of kavita.
ભૂલનો એકરાર ના થઈ શકે, તે તો
ભગવાનના રૂપનો આકાર ન મેળવી
શકવા બરાબર ગણાય !કવિનું હાર્દ
કેટલું પારદર્શક છે !આભાર !