jump to navigation

નહિંતર તો – June 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

નહિંતર તો ફુટે નહીં આમ ઝરણું એમાંથી,
નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે.

નહિંતર તો રેલાય નહીં મેઘધનુષનાં રંગો,
સુરજે કિરણોથી જરૂર ઘટાને છેડી હશે.

નહિંતર તો ખરે નહીં કંઇ આભેથી તારલાઓ,
ધરતીની વિશાળતા જરૂર એમને અડી હશે.

નહિંતર તો ચુકે નહીંહ્રદય ધડકવાનું કદી,
પ્રભુને પણ અમારું કોઇ જરૂર કામ પડ્યું હશે.

નહિંતર તો સ્ફૂરે નહીં અમસ્તી કવિતા અમને,
ઉરમાં તમારી  ‘ઉર્મિ’  જરૂર  હેલે  ચડી  હશે.


– ઉર્મિ સાગર

Comments»

1. amit pisavadiya - June 26, 2006

સુંદર રચના વાંચી ને આનંદ થયો ….

2. Nilesh - June 27, 2006

Hi
It is too Good……..
Nilesh

3. Himanshu - June 27, 2006

Too impressive and touching…!!!

4. સુરેશ જાની - June 27, 2006

બહુ જ સુંદર કલ્પના અંને ભાવ.

5. જયશ્રી - June 27, 2006

Wow…

Its really very nice…!!