નહિંતર તો – June 26, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback
નહિંતર તો ફુટે નહીં આમ ઝરણું એમાંથી,
નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે.
નહિંતર તો રેલાય નહીં મેઘધનુષનાં રંગો,
સુરજે કિરણોથી જરૂર ઘટાને છેડી હશે.
નહિંતર તો ખરે નહીં કંઇ આભેથી તારલાઓ,
ધરતીની વિશાળતા જરૂર એમને અડી હશે.
નહિંતર તો ચુકે નહીં આ હ્રદય ધડકવાનું કદી,
પ્રભુને પણ અમારું કોઇ જરૂર કામ પડ્યું હશે.
નહિંતર તો સ્ફૂરે નહીં અમસ્તી કવિતા અમને,
ઉરમાં તમારી ‘ઉર્મિ’ જરૂર હેલે ચડી હશે.
– ઉર્મિ સાગર

સુંદર રચના વાંચી ને આનંદ થયો ….
Hi
It is too Good……..
Nilesh
Too impressive and touching…!!!
બહુ જ સુંદર કલ્પના અંને ભાવ.
Wow…
Its really very nice…!!