jump to navigation

એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી June 23, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

Comments»

1. Him - June 24, 2006

Hello Urmiji,

Nice Poem. something like this I got from one of my gazal collections. check my blog link. This is sang by Manohar Udhash and written by Aadil Mansuri.

Regards
Himanshu.

2. Jayshree - June 25, 2006

There is a Gujarati Cassette in which this “Sarvakaalin Varta” is available.

The title of the album is : Maaree Aankhe Kanku Na Sooraj Aathamya

If anyone can put this track to be listened too, it would be really nice..!!

Nice Collection, Urmi..!!

3. arpit - July 28, 2006

jagdish joshi etle gujrati kavita ma vednano lilo tahukoo!!

4. “ધારો કે…” « સહિયારું સર્જન - February 16, 2007

[...] આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો. [...]

5. Bansinaad - March 9, 2007

[...] ‘ઊર્મિનો સાગર’ પર વાંચો ‘એક હતી સર્વકાલિન વાર્તા’ ,  અને લયસ્તરો પર વાંચો ‘વિષમ [...]

6. સંકલિત: ‘ધારો કે…’ « સહિયારું સર્જન - પદ્ય - August 17, 2007

[...] શ્રી જગદીશ જોષીની આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો. [...]