jump to navigation

સ્મરણોનું રણ June 21, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
trackback

હૈયામાં ધગધગતું તારા સ્મરણોનાં સહરાનું રણ,
અને એજ રણનાં ઝાઝંવામાં ખીલતું તારા સ્નેહનું કમળ!

* * *

જતી નથી તમારી તો ક્યારેય અમારા અંતરમાંથી,
તમને પણ આવતી ક્યારેક તો અમારી યાદ હશેને?

* * *

તારા સ્મરણો મારી ઉર્મિઓ સાથે અડપલાં કરે છે,
સમય કસમય જુવે ને બસ આવ્યા કરે છે.

* * *

સમયની ભીની રેત પર યાદોનાં પગલાં પડ્યા છે,
ના તો રેત સુકાય છે, ના પગલાં ભુંસાય છે.

* * *

નહિંતર તો ફુટે નહિં આમ ઝરણું એમાંથી,
નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે!

* * *

કૈંક એવી રીતે રોક્યો છે વૈશાખના વરસાદને આજે,
આવશે જો એક વાયરો તો વરસી જશે અનરાધાર
.

* * *

“ઊર્મિસાગર”

*

Comments»

1. Neha - June 13, 2006

Beautiful..creation !!!!!!! like this

2. Jayshree - June 17, 2006

Amazing….!!

3. SV - June 23, 2006

A good play of emotions and words.It shows the depth.

4. અમિત પિસાવાડિયા - July 17, 2006

તારા સ્મરણો મારી ઉર્મિઓ સાથે અડપલાં કરે છે,
સમય કસમય ન જુવે ને બસ આવ્યા જ કરે છે.

સુંદર !
સરસ પ્રયત્ન છે , ઊર્મિ જી ! And SV said right , it shows the depth.

5. Hitesh Gohel (Jamkhambhalia) - March 3, 2007

Very Well Written……..