jump to navigation

સમય June 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવા
નાં જળ પીરસી ગયો સમય.

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં
ધરાશયી કરી ગયો સમય.

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય.

                      — ઉર્મિ સાગર

Comments»

1. SV - June 23, 2006

સમય!
ઘણાં સમય પછી આવો સરસ સમય વાંચવામાં ગાળ્યો.

2. amit pisavadiya - June 25, 2006

સરસ ,,
સમય તો જાણે હાથમાંથી સરતી રેતી …

3. bhushan - July 4, 2006

beautiful creation.. quite interesting..
keep it up!!

4. nilam doshi - September 16, 2006

nice one

5. Sarjeet - October 23, 2006

સમયની સરિતા સુંદર
સાગર સમી, સ્વપ્નો સમી,
સરતી સરવાણી સતત;
સૃષ્ટિ, સૃજન, સાફલ્યથી.
સોન સત્ય સૌનું સમય,
સર્જિત સંપ, સહચારથી.
સારી સરગમ સૌ સારુ,
સોમ સૂર્ય સાક્ષી સુણતા સૌ…

6. તણખો « ‘તણખાં’ - October 23, 2006

[...] સમયની સરિતા સુંદર સાગર સમી, સ્વપ્નો સમી, સરતી સરવાણી સતત; સૃષ્ટિ, સૃજન, સાફલ્યથી. સોન સત્ય સૌનું સમય, સર્જિત સંપ, સહચારથી. સારી સરગમ સૌ સારુ, સોમ સૂર્ય સાક્ષી સુણતા સૌ… -સ્વરચિત. પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ છે. [...]

7. ‘તણખાં’ - February 9, 2007

[...] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ [...]

8. સમયની સરિતા « ‘તણખાં’ - Sparks of youth - March 16, 2007

[...] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ [...]

9. ‘તણખાં’-Sparks of Youth » સમયની સરિતા - March 16, 2007

[...] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ [...]