પ્રેમનું ગણિત June 21, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
જિંદગીનાં સરવાળામાં ઉમેરાય છે તું,
અને ભાગાકારમાં શેષ રહી જાય છે તું,
વળી ગુણાકારમાં હંમેશા ગુણાય છે તું,
તો બાદબાકીમાં શૂન્ય બની જાય છે તું.
* * *
જિંદગીનાં મધ્યાંતરે આવીને તમે, એને કાટ્ખૂણે વાળી દીધી.
નહિંતર સીધી જ રેખામાં જીવન જીવ્યે જતાં હતાં અમે!
* * *
ભલેને થતી હોય અમારી ગણત્રી બુધ્ધિજીવીઓમાં,
હકિકત તો એ છે કે ઉર્મિઓને વાળતા પણ નથી આવડ્યું.
* * *
અધર્મિ કહે કે ધર્મિ તું મને, એ તારી મરજી,
ઉર્મિઓના હિસાબમાં જાણીબુઝીને ભૂલો કરું છુ.
* * *
“ઊર્મિસાગર”

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે -
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
– નયન દેસાઈ
urmi ben ;
me tamari ketlik rachana o mara blog par muki 6
tamara nam sathe
kai problen to nathi ne?