jump to navigation

હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો -સુરેશ દલાલ June 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો,
હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો.

આ તારું મારું ખોટું છે,
પ્રેમનાં નામે ઓઠું છે.

આ કાળ આપણને હળવે હળવે લૂંટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.

છલનાં પણ કયાં સુધી રે છલક્યા કરવું,
આ છળકપટમાં કયાં સુધી કહે મલક્યાં કરવું.

લાગણીનો એક ફુગ્ગો કેવો ફૂટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.

–સુરેશ દલાલ

Comments»

No comments yet — be the first.