હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો -સુરેશ દલાલ June 19, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.add a comment
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો,
હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો.
આ તારું મારું ખોટું છે,
પ્રેમનાં નામે ઓઠું છે.
આ કાળ આપણને હળવે હળવે લૂંટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.
છલનાં પણ કયાં સુધી રે છલક્યા કરવું,
આ છળકપટમાં કયાં સુધી કહે મલક્યાં કરવું.
લાગણીનો એક ફુગ્ગો કેવો ફૂટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.
–સુરેશ દલાલ
