કવિ કાન્તને શ્રધ્ધાંજલિ June 16, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
“સાગર અને શશિ” –કવિ કાન્તની લોકપ્રિય કવિતા…
આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે,
સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
–કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)
જન્મ – 20/11/1867
મરણ – 16/6/1923
કવિ કાન્તની આજે પુણ્યતિથિ છે. એમને ભાવભરી શ્રધ્ધાંજલિ…
ગુજરતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપનાર કવિ મણિશંકર રત્નજી ભટ્ટ “કાન્ત”ના ઉપનામથી જ ખ્યાતિ ધરાવતા હતા અને મધુર ઉર્મિકાવ્યના સર્જક પણ હતા. એમની પોતાની એક આગવી કાવ્ય શૈલીથી એમણે કાવ્ય સાહિત્યને મધુર અને સંવાદિ બનાવ્યું હતુ. આકસ્મિક સંજોગો એવા બન્યા કે એમનો કાવ્યસંગ્રહ “પૂર્વાલાપ” પ્રગટ થયો એજ દિવસે તેમનું અવસાન થયું હતું.
એમનાં જીવન વિષે વધુ જાણકારી મેળવવી હોય તો નીચી આપેલી લિંક ઉપર ક્લિક કરો.
કાન્ત – 1
http://www.gujaratsamachar.com/gsa/20060604/guj/supplement/art2.html
કાન્ત – 2
http://www.gujaratsamachar.com/gsa/20060611/guj/supplement/art2.html
કાન્ત – 3
http://www.gujaratsamachar.com/gsa/20060618/guj/supplement/art2.html

કવિ કાન્તની આજે પુણ્યતિથિ છે. એમને ભાવભરી શ્રધ્ધાંજલિ…
ગુજરતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપનાર કવિ મણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"ના ઉપનામથી જ ખ્યાતિ ધરાવતા હતા અને મધુર ઉર્મિકાવ્યના સર્જક પણ હતા. એમની પોતાની એક આગવી કાવ્ય શૈલીથી એમણે કાવ્ય સાહિત્યને મધુર અને સંવાદિ બનાવ્યું હતુ. આકસ્મિક સંજોગો એવા બન્યા કે એમનો કાવ્યસંગ્રહ "પૂર્વાલાપ" પ્રગટ થયો એજ દિવસે તેમનું અવસાન થયું હતું.
એમનાં જીવન વિષે વધુ જાણકારી મેળવવી હોય તો નીચી આપેલી લિંક ઉપર ક્લિક કરો.
કાન્ત-1 http://www.gujaratsamachar.com/gsa/20060604/guj/supplement/art2.html
કાન્ત – 2
http://www.gujaratsamachar.com/gsa/20060611/guj/supplement/art2.html
બહુ જ સુંદર પદ લાલિત્ય વાળી આ કવિતા છે. હમણાંજ ડો. વિનોદ જોશી ડલાસ આવ્યા હતા ત્યારે તેમના અવાજમાં આ પદો સાંભળવાનો લહાવો મળ્યો હતો.
મારા શાળા જીવનના મીઠા સંસ્મરણો તાજા થઇ આવ્યા.
કવિ કાંતની આટલી બધી માહીતિ આપતા સ્રોતની માહીતે આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
Welcome to the world of blogging.
I have included you site in Samelan ( http://www.forsv.com/samelan/ ).
You may also want to post your blog entry in Vaat-Chit ( http://www.forsv.com/vaat-chit/ ) for a wider audience to know.
today show yr whole collection.very nice.keep it up.congrats
thanks.